New Rules Form July 2025 : 1 જુલાઈ 2025થી કેટલાક નિયમો અમલમાં આવવાના છે તેની સીધી અસર આપના દૈનિક જીવન પર પડશે.. સરકારે અને બેંકો દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરાયા છે જે નાણાકીય વ્યવહારોથી લઈ રિઝર્વેશન, ઓળખપત્ર સુધીના ક્ષેત્રને આવરી લે છે. ચાલો જાણીએ કયા કયા નવા નિયમો અમલમાં આવવાના છે.
New Rules Form July 2025
પાનકાર્ડ માટે આધારકાર્ડ ફરજિયાત બનશે
આવતા મહિનાથી એટલે કે 1 જુલાઈ 2025 થી પાન કાર્ડ બનાવવા માટે તમારી પાસે ફરજિયાત આધાર કાર્ડ હોવું જોઈએ. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બન્યું છે. ઉપરાંત, પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. હજી તમે પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક નથી કર્યું તો તમે https://www.incometax.gov.in આ વેબસાઇટ પર જઈને ઘરે બેઠા લિંક કરી શકો છો.
ટ્રેન ટિકિટ થશે વધુ મોંઘી
ભારતીય રેલવે દ્વારા આ વર્ષે મોનસૂન સમયગાળા દરમ્યાન ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કર્યો છે. ખાસ કરીને AC ક્લાસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે 2% ભાડું વધી જવાનું છે. અને નોન AC માં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે 1% ભાડામાં વધારો થશે. રેલવેના જણાવ્યા પ્રમાણે, ઇંધણના ભાવમાં વધારો અને જાળવણી ખર્ચને કારણે ભાડામાં વધારો કરવો પડ્યો. અગાઉ થી ટ્રેન ટિકિટ બૂક કરવા માટે IRCTC એકાઉન્ટ આધાર વેરિફાઇડ હશે તોજ ટિકિટ બૂક કરી શકશો.
ICICI બેંકના ATM નિયમોમાં બદલાવ
ICICI Bank દ્વારા નવા નિયમો મુજબ હવે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકોને હવે ATM વાપરવું મોઘું થશે. તમે મહિનામાં 5 વાર ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો. અને લિમિટ કરતા વધુ રોકડ ATM માંથી ઉપાડશો તો ટ્રાન્ઝેક્શન દીઠ 23 રૂપિયા ચાર્જ લાગશે.
HDFC બેંકના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર
HDFC ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલાક EMI સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો મુજબ હવે તમે થર્ડ પાર્ટી App થી HDFC ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરશો તો 1% ચાર્જ આપવો પડશે. અને HDFC ક્રેડિટ કાર્ડ થી તમે વીજ બિલની ચૂકવણી પર પણ ચાર્જ દેવો પડશે.
આ પણ વાંચો : IMD forecast : 2 જીલ્લામાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. રોજ યોજનાને લગતી માહિતી, હવામાનની અપડેટ્સ, ટેક સમાચાર અને લેટેસ્ટ અપડેટ્સ નિયમિતપણે વાંચવા માટે અમારી વેબસાઇટ GujViral.com ની મુલાકાત લેતા રહો.