Nothing Phone 3 : Nothing બ્રાન્ડ તેના ટ્રાન્સપરન્ટ ડિઝાઇન અને કૂલ લાઇટિંગ ઇફેક્ટ માટે જાણીતું છે, હવે તેનો ત્રીજો સ્માર્ટફોન Nothing Phone 3 ભારતમાં આવતીકાલે એટલે 1 જુલાઇ 2025ના રોજ લોન્ચ કરવાનું છે. Nothing Phone 1 અને Nothing Phone 2 જેવી જ્યુનિકડિઝાઇન અને મજબૂત ફીચર્સ બાદ, હવે Nothing Phone 3 વધુ અપગ્રેડ અને સ્માર્ટ ફંક્શન્સ સાથે આવી રહ્યો છે. તો ચાલો જાણીએ આ સ્માર્ટફોન વિશે…..
Nothing Phone 3 Specifications
ડિસ્પ્લે
Nothing Phone 3માં તમને 6.7 ઇંચનું AMOLED LTPO ડિસ્પ્લે મળશે જે 1Hzથી 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. આ ડિસ્પ્લે HDR10+ સપોર્ટેડ છે અને ફુલ HD+ રિઝોલ્યૂશન આપે છે. ડિઝાઇનમાં તમને ફરી એકવાર Glyph Interface જોવા મળશે.
દમદાર પ્રોસેસર
Nothing Phone 3 Qualcomm ના પાવરફુલ અને એનર્જી એફિશિઅન્ટ ચિપસેટ Snapdragon 8s Gen 3 પર ચાલે છે. આ પ્રોસેસર તમારા રોજિંદા યુઝથી લઈને મોટી ગેમ્સ રમવા માટે બેસ્ટ છે.
રેમ અને સ્ટોરેજ વિકલ્પો
આ સ્માર્ટફોનમાં 8GB/12GB LPDDR5x RAM અને 128GB/256GB/512GB UFS 4.0 સ્ટોરેજ વિકલ્પો આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં નોન-એક્સપેંડેબલ સ્ટોરેજ રહેશે, પરંતુ ક્લાઉડ સપોર્ટ અને ઝડપી રીડ/રાઈટ સ્પીડ મળશે.
કેમેરા ફીચર્સ
Nothing Phone 3માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. જેમાં 50MP પ્રાઈમરી સેન્સર (OIS અને EIS સાથે) અને 50MP અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. અને સેલ્ફી માટે 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે જે AI ટ્યુનિંગ અને 4K રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.
મોટી બેટરી અને ઝડપી ચાર્જિંગ
Phone 3માં 5000mAh મોટી બેટરી આપવામાં આવી છે. જે 66W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 30W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. મોટી બેટરી હોવાથી તમે આ સ્માર્ટફોન દિવસભર ચલાવી શકશો.
ઓપરેટિંગ સિસ્ટમ
Phone 3 એ Nothing OS 3.0 પર ચાલે છે, જે Android 15 આધારિત હશે. Company તરફથી 3 વર્ષ સુધીના Android અપડેટ અને 4 વર્ષ સુધીના સિક્યોરિટી અપડેટ્સ આપવામાં આવશે.
કિંમત અને લોન્ચ વિગતો
આ સ્માર્ટફોનની અંદાજિત કિંમત ₹39,999 થી શરૂ થશે. મોડલ પ્રમાણે કિંમત અગલ હોય શકે છે. આ સ્માર્ટફોન આવતીકાલે એટલે કે 1 જુલાઇ 2025ના રોજ લોન્ચ કરવામાં આવશે. Flipkart પર એક્સક્લૂસિવ સેલ થશે, અને પ્રિ-બુકિંગ માટે ખાસ ઓફર્સ આપવામાં આવશે.
નિષ્કર્ષ
Nothing Phone 3 એ એક સીમલેસ અને સ્ટાઇલિશ સ્માર્ટફોન છે જે મોડર્ન યુઝર્સ માટે પરફેક્ટ છે. તેનો Glyph Interface, કૂલ કેમેરા ફીચર્સ અને Snapdragon 8s Gen 3 જેવો પાવરફુલ ચિપસેટ તેને 2025ના બેસ્ટ સ્માર્ટફોન્સમાં સામેલ કરે છે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1. Nothing Phone 3 ની કિંમત કેટલી રહેશે ભારતમાં?
Ans. શરૂઆતની કિંમત ₹39,999 હોઈ શકે છે, સ્ટોરેજ પ્રમાણે અલગ હોય શકે છે.
Q2. Glyph Interface શું છે?
Ans. Glyph Interface એ ફોનની પાછળનો લાઇટિંગ સિસ્ટમ છે જે નોટિફિકેશન, ચાર્જિંગ અને રિંગટોન માટે લાઇટ ઇફેક્ટ આપે છે.
Q3. Nothing Phone 3 કયા કલર વિકલ્પમાં આવશે?
Ans. Classic Black અને Transparent White કલરમાં લોન્ચ થવાની શક્યતા છે.
Q4. શું Nothing Phone 3માં વાયરલેસ ચાર્જિંગ છે?
Ans. હા, તેમાં 30W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે.
Q5. શું ફોનમાં SD કાર્ડ સ્લોટ છે?
Ans. નહી, ફોનમાં SD કાર્ડ માટે સપોર્ટ નથી. તમને ઈનબિલ્ટ સ્ટોરેજનો ઉપયોગ કરવો પડશે.