Onion Yojana 2025 : ગુજરાતમાં ડુંગળીના ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. ગુજરાતમાં હમણાં ડુંગળીના પાકના ભાવમાં અચાનક ઘટાડો થયો છે, જેના કારણે હજારો ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું છે. ગત 1 એપ્રિલથી 31 મે, 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય એવા ખેડૂતો ને સહાય આપવા આવશે. રાજ્ય સરકારે ખેડૂતોના આર્થિક બોજને હળવો કરવા માટે મહત્વપૂર્ણ સહાય યોજના જાહેર કરી છે.
પુષ્કળ ઉત્પાદનને કારણે APMC માં ડુંગળીની આવક વધુ હોવાથી, રાજ્યમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ ઉત્પાદન ખર્ચ કરતા ઓછા ભાવ મળ્યા હતા. આવી સ્થિતિમાં, રાજ્યના ખેડૂતોને મદદ કરવા માટે, ભારત સરકારની બજાર હસ્તક્ષેપ યોજના (MIS) હેઠળ ભાવ ઉણપ ચુકવણી યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
Onion Yojana 2025
કેટલાં રૂપિયા મળશે સહાય?
ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને વેચાણ માટે વધુમાં વધુ 25 હજાર કિલો (250 ક્વિન્ટલ) ડુંગળી એટલે કે મહત્તમ 50 હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ નાણાકીય સહાય માટે રાજ્ય સરકારે કુલ 124.36 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજ્યના લગભગ 90 હજાર ખેડૂતોને આનો લાભ મળશે, એમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું.
ક્યા જિલ્લાના ખેડૂતોને મળશે લાભ?
આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તે તાલુકાઓ કે જ્યાં ડુંગળીનું ઉત્પાદન વધુ છે, તેને લાભ મળશે. ખાસ કરીને ભાવનગર, મહુવા, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓને વિશેષ પસંદગીમાં લેવામાં આવ્યા છે.
સહાય માટે ક્યાં અરજી કરવી?
રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આજથી એટલે કે, 1 જુલાઈથી આગામી 15 જુલાઈ સુધી i-Khedut 2.0 પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કેવી રીતે કરવી?
ખેડૂત મિત્રોએ સૌપ્રથમ ‘ગુગલ સર્ચ’ માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
ગુગલ સર્ચ રિઝલ્ટમાંથી સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ ખોલો.
Kheedut યોજના વેબસાઇટ ખોલ્યા પછી, “Yojana” પર ક્લિક કરો.
ત્યાં તમને અન્ય યોજના પર ક્લિક કરો
ડુંગળી સહાય દેખાઈ ત્યાં ક્લિક કરો. પહેલા તમામ માહિતી વાંચી લીધા પછી અરજી કરવી.
જો તમે પહેલેથી જ Registration કર્યું હોય તો આધારકાર્ડ અને મોબાઇલ નંબર નાખી Captcha સબમિટ કરો.
છેલ્લે, તમામ વિગતો ભર્યા બાદ તમારી અરજી Confirm કરો.
FAQ
Q.1 : ડુંગળીના ખેડૂતોને કેટલી સહાય મળશે?
Ans : 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે.
Q.2 : અરજી કઈ રીતે કરવી?
Ans : ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Q.3 : સહાય ક્યાં ખેડૂતોને મળશે?
Ans : ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને મળશે.
Q.4 : છેલ્લી તારીખ શું છે?
Ans : 15 જુલાઈ 2025