Oppo Reno 10 5G : Oppo એ ફરી એકવાર સ્માર્ટફોનની માર્કેટમાં પોતાની તાકાત સાબિત કરી છે. કંપનીએ તાજેતરમાં Oppo Reno 10 5G લોન્ચ કર્યો છે. Oppo Reno સિરીઝ તેનાં સ્ટાઇલિશ ડિઝાઇન અને નવી ટેક્નોલોજી માટે જાણીતી રહી. આ સ્માર્ટફોનમાં તમને 6.7 ઇંચની કર્વ્ડ ડિસ્પ્લે, MediaTek Dimensity પ્રોસેસર, 64MP કેમેરો, 5000mAh મોટી બેટરી, 256GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો તમામ ફીચર્સ વિશે વિગતે જાણીએ…..
ડિસ્પ્લે
Oppo Reno 10 5Gમાં તમને 6.7 ઇંચનું FHD+ AMOLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. જેથી સ્ક્રોલિંગ અને ગેમિંગને પણ સરળ બનાવે છે. HDR10+ અને 950nits સપોર્ટ પણ સાથે આવે છે. જેથી વિડીયો જોવાની મઝા અનેકગણી વધી જાય છે. ઘરની અંદર અને બહાર ડિસ્પ્લે સ્પષ્ટ દેખાય છે.
દમદાર પ્રોસેસર
Oppo Reno 10 5G સ્માર્ટફોનના પ્રોસેસર વાત કરીએ તો ઓક્ટા-કોર MediaTek Dimensity 7050 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે દૈનિક યૂઝ, મલ્ટિટાસ્કિંગ અને હાઈ ગ્રાફિક્સ ગેમ્સ સરળતાથી રમી શકાય છે. 6nm ટેક્નોલોજી પર આધારિત હોવાથી આ પ્રોસેસર એનર્જી એફિશિયન્ટ પણ છે
રેમ અને સ્ટોરેજ
Oppo Reno 10 5Gમાં તમને 8GB LPDDR4X રેમ આપવામાં આવી છે, સાથે 256GB UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આના લીધે તમે એકસાથે ઘણી એપ્સ ખુલ્લા રાખી શકો છો, તો પણ ફોન ચોંટશે નહીં. સ્ટોરેજ વધુ હોવાથી તમે ફોટાઓ, વિડિઓ અને એપ સંગ્રહ કરી શકો છો. આ સ્માર્ટફોનમાં તમને 8GB વિર્ચ્યુઅલ રેમ પણ આપવામાં આવે છે.
કેમેરા
Oppo Reno 10 5Gમાં તમને ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે આપવામાં આવ્યું છે. જેમાં 64MP પ્રાઈમરી કેમેરા, 32MP પોર્ટ્રેટ લેન્સ (Sony IMX709) સાથે 2x ઓપ્ટિકલ ઝૂમ માટે. સાથે 8MP અલ્ટ્રા-વાઈડ લેન્સ પણ છે. સાથે સેલ્ફી પ્રેમીઓ માટે 32MP ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. જે Night Portrait અને AI Beatification જેવા ફીચર્સને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી પ્રેમીઓ માટે આ ફોન એક ચોક્કસ પસંદગી બની શકે છે.
મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
સૌથી મોટી વાત એ છે કે Oppo Reno 10 5G માં મને 5000mAh મોટી બેટરી આપવામાં આવી છે. જે 67W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. માત્ર 40 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે. જે આખો દિવસની જરૂરિયાતો માટે પૂરતુ છે.
ઓપરેટિંગ સિસ્ટમ
ફોનમાં Android 13 આધારિત ColorOS 13.1 આપવામાં આવ્યું છે, જે ખૂબ સ્માર્ટ, ક્લિન અને યૂઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ આપે છે. તેમાં Always-on Display, Privacy Dashboard અને Dynamic Computing Engine જેવા અનેક ઉપયોગી ફીચર્સ છે. Oppo પોતાના UI ને સતત અપડેટ આપતું હોવાથી એમાં નવીનતમ ફીચર્સ મળતા રહે છે.
કિંમત અને લોન્ચ
ભારતમાં Oppo Reno 10 5Gની શરૂઆતની કિંમત ₹32,999 છે જે 8GB + 256GB સ્ટોરેજ વેરિયન્ટ માટે છે. ફોન બે કલર ઓપ્શન આપવામાં આવ્યા છે – Ice Blue અને Silvery Grey. આ સ્માર્ટફોન 24 જુન 2025 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. જે Amazon, Flipkart અને ઓફિશિયલ Oppo સ્ટોર પર ઉપલબ્ધ છે.
નિષ્કર્ષ
જો તમે શાનદાર કેમેરા, શાનદાર બેટરી બેકઅપ, સ્ટાઇલિશ ડિઝાઇન અને 5G સપોર્ટ ધરાવતો સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Oppo Reno 10 5G બેસ્ટ સાબિત થઈ શકે છે. અને તેની કિંમત પણ વ્યાજબી છે. તેમાં આપવામાં આવેલી બધી સુવિધાઓ તેને વેલ્યુ ફોર મની ફોન બનાવે છે. જો તમે OnePlus, Samsung કે Vivo થી કંટાળી ગયા છો, તો Oppoનો આ નવો 5G સ્માર્ટફોન તમારા માટે એક નવો વિકલ્પ બની શકે છે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q 1. Oppo Reno 10 5G માં expandable memory છે?
→ નહી, તેમાં MicroSD card માટે support નથી, પણ 256GB સ્ટોરેજ ખુબ પૂરતું છે.
Q 2. શું Oppo Reno 10 5G પાણીથી બચાવ આપે છે?
→ તેમાં IP રેટિંગ નથી, એટલે પાણી અથવા ધૂળથી સંપૂર્ણ સુરક્ષા નથી.
Q 3. શું Oppo Reno 10 માં 5G સપોર્ટ છે?
→ હા, ફોનમાં ડ્યુઅલ 5G સાથે 12 થી વધુ 5G બૅન્ડ્સના સપોર્ટ છે.
Q 4. Oppo Reno 10 5G Game lovers માટે કેવો છે?
→ Dimensity 7050 પ્રોસેસર કારણે BGMI, Free Fire Max જેવી ગેમ સરસ ચાલે છે.
Q 5. કેમેરા ફીચર્સમાં ખાસ શું છે?
→ 32MP પોર્ટ્રેટ લેન્સ સાથે 2x ઓપ્ટિકલ ઝૂમ, જે બજારમાં ઓછા ફોન આપે છે.