Paresh Goswami : પરેશ ભાઈ એ કહ્યું એટલે પાકું 27,28,29 તારીખે અતિ ભારે વરસાદ આગાહી, જાણો જિલ્લા મુજબ કેટલા ઇંચ વરસાદ?

By Jay Vatukiya

Published on:

Paresh Goswami

Paresh Goswami : આગામી ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતા છે, એટલે કે 10 ઇંચ સુધી વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. આ સર્ક્યુલેશન મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગોમાંથી પસાર થઈને પાકિસ્તાન તરફ આગળ વધવાની શક્યતા છે.

જેના કારણે આગામી ત્રણ દિવસ એટલે કે 27,28 અને 29 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સર્ક્યુલેશનનો પ્રવાહ મોટો છે, તે અરબી સમુદ્ર સુધી ફેલાયેલો છે અને તેમાં ભેજ વધુ છે, તેથી સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની પડવાની શક્યતા છે. આગાહી મુજબ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારોમાં 5 થી 7 ઇંચ વરસાદ પડવાની આગાહી છે. તેવી જ રીતે, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટ આ વિસ્તારમાં 7- 8 ઇંચ વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારમાં અતિભારે એટલે કે 8-10 ઇંચ વરસાદ પડી શકે છે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : IMD forecast : 2 જીલ્લામાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

કચ્છ જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો છે પરંતુ હવે આગામી ત્રણ દિવસ સુધી કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે, કચ્છ પાણીમાં ગરકાવ થઈ જશે. વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્ર કરતા વધુ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચારથી પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ ભારે વરસાદ જોવા મળશે.

આ ચક્રવાતી સિસ્ટમ 29 તારીખે ગુજરાત પરથી પસાર થશે અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે. આના કારણે 29 તારીખે વરસાદની તીવ્રતા ઓછી થશે, પરંતુ 30 તારીખે પણ વરસાદ ચાલુ રહેશે. પરંતુ ગુજરાતના લોકોએ આગામી ત્રણ દિવસ સાવચેત રહેવાની જરૂર છે, રેડ એલર્ટ જેવો વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો : New Rules Form July 2025 : 1 જુલાઈથી બદલાશે 4 મોટા નિયમો ટ્રેન ભાડું, પાન કાર્ડ, ATM અને ક્રેડિટ કાર્ડ નિયમમાં ફેરફાર, જાણો નવા નિયમો

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. યોજનાને લગતી માહિતી, હવામાનની અપડેટ્સ, ટેક સમાચાર અને લેટેસ્ટ અપડેટ્સ નિયમિતપણે વાંચવા માટે અમારી વેબસાઇટ GujViral.com ની મુલાકાત લેતા રહો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે કોમેન્ટ કરીને જણાવો! અમે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ!

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close