PM Kisan 20th Installment : શું દોસ્તો તમે પણ રાહ જોઈ રહ્યાં છો PM-KISAN 20th Installment માટે? તો ચાલો જાણીએ કઈ તારીખ આવશે, તમારું Beneficiary Status કેવી રીતે ચકાસશો અને ખાતાંમાં પૈસા ન આવ્યા હોય તો શું કરવું? સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપવામાં આવી છે.
PM Kisan 20th Installment
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ભારતના લઘુ અને નાના ખેડુતોને દર વર્ષે ₹6,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે – દરેક હપ્તો ₹2,000નો હોય છે. જે દર 4 મહિને ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
PM-KISAN નો 20મો હપ્તો ક્યારે આવશે?
અત્યાર સુધીમાં ખેડૂતોને 19 હપ્તા ચૂકવવામાં આવ્યા છે. PM Kisan 20th Installment ક્યારે જમા થશે એની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ યોજનાના 20મા હપ્તાની સંભવિત તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવો અંદાજ છે કે Prime Minister Narendra Modi 18 જુલાઈના રોજ આ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. તમે PM-KISAN યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમે લાભાર્થીની સ્થિતિ ચેક કરી શકો છો.
તમારું Beneficiary Status કેવી રીતે ચકાસશો?
- PM-KISAN ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ: https://pmkisan.gov.in
- ત્યાં તમને હોમપેજ પર ‘Farmers Corner‘ સેક્શન દેખાશે ત્યાં ક્લિક કરો.
- ‘Know Your Status’ અથવા ‘Beneficiary Status’ વિકલ્પ પસંદ કરો
- તમારો Aadhaar Card નંબર અથવા મોબાઈલ નંબર નાખી સબમિટ કરો. .
- તમારું સ્ટેટસ દેખાશે કે ત્યાં તમે જોઈ શકો છો કે તમારો હપ્તો જમા થયો છે કે નહિ.
હપ્તો ન મળ્યો હોય તો શું કરવું?
- જો તમને PM-KISAN Yojana નો હપ્તો નથી મળતો તો નીચેના પગલાં લો:
- તમારા Aadhaar કાર્ડની eKYC ફરીથી કરો.
- બેન્ક ખાતાની વિગત (Bank Account) તપાસો – નામ એકસરખું છે કે નહિ
- તમારું Beneficiary Status ચકાસો
- જરૂરી હોય તો તાલુકા કે કૃષિ વિભાગના કચેરીમાં સંપર્ક કરો
નવા ખેડૂતોએ કેવી રીતે Registration કરવું?
- સૌથી પહેલા PM-KISAN ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ: https://pmkisan.gov.in
- વેબસાઈટ પર ‘New Farmer Registration’ પર ક્લિક કરો.
- Aadhaar Card નંબર નાખી OTP વેરિફાય કરો.
- બેન્ક ખાતાની વિગત, જમીનની વિગતો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- અરજી સબમિટ કરો – ત્યારબાદ તમારી વિગતો વેરિફાય થશે પછી તમને ₹2000 નો હપ્તો આપવામાં આવશે.
નોંધ : જો તમે FARMER REGISTRATION નથી કરાવ્યુ તો તમને 20મો હપ્તો મળવા પાત્ર નથી. એટલે આજે FARMER REGISTRATION કરો. ફોર્મર રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલા લિંક પર ક્લિક કરો.
Click Here To FARMER REGISTRATION
નિષ્કર્ષ
PM-KISAN યોજના નાના ખેડૂતો માટે એક મોટી સહાય છે. જો તમે નિયમિત હપ્તો મેળવવા માંગો છો તો તમારી eKYC સમયસર કરો, સ્ટેટસ ચકાસો અને માહિતીમાં ભૂલ નથી ને તે ચેક કરો. PM Kisan 20th Installment 18 જુલાઈના રોજ આવી શકે છે. જો હજુ તમારું ફોર્મર રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો અત્યારે જ કરો.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
Q 1. PM-KISANનો 20મો હપ્તો ક્યારે આવશે?
A. 18 જુલાઈ 2025ના રોજ જમા થવાની શક્યતા છે.
Q 2. હું eKYC કેવી રીતે કરું?
A. pmkisan.gov.in પર OTP આધારિત eKYC વિકલ્પથી કરો.
Q 3. હપ્તો ના મળ્યો હોય તો શું કરવું?
A. Beneficiary Status ચકાસો અને ખાતાની વિગતો સુધારો.
Q 4. નવી નોંધણી માટે કઈ માહિતી જોઈએ?
A. Aadhaar, જમીન પત્રો, બેંક વિગતો અને મોબાઈલ નંબર.