PM KISAN NIDHI YOJNA : 2000 રૂપિયાનો 20મો હપ્તો આ તારીખ થશે જમા, જાણો ક્યારે આવશે 20મો હપ્તો?

By Jay Vatukiya

Published on:

PM KISAN NIDHI YOJNA
WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM KISAN NIDHI YOJNA : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹૬૦૦૦ ની સહાય આપવામાં આવે છે, આ યોજના હેઠળ દેશના ૧૦ કરોડથી વધુ ખેડૂતોને 19 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. છેલ્લો હપ્તો એટલે કે 19મો હપ્તો ફેબ્રુઆરી ૨૦૨૫માં આપવામાં આવ્યો હતો. હવે ખેડૂતો 20 માં હપ્તાની રાહ જોઈ રહ્યાં છે. તો ખેડૂતો માટે સારા સમાચાર છે! PM KISAN NIDHI YOJNA હેઠળ ૨૦મો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની સંભાવના છે તો ચાલો જાણીએ 20મો હપ્તો કયારે જમા કરવામાં આવશે.

PM KISAN NIDHI YOJNA 2025

ક્યારે આવશે 20મો હપ્તો?

PM KISAN NIDHI YOJNA મુજબ, ખેડૂતોને દર ૪ મહિને ૨૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. તે મુજબ, ૨૦મો હપ્તો જુલાઈ પહેલા એટલે કે જૂન ૨૦૨૫ ના છેલ્લા અઠવાડિયામાં આવવાની શક્યતા છે. ખેડૂતોએ આ હપ્તો જમા થાય એ પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોની ખાતરી કરવી હિતાવહ છે, નહીંતર 20માં હપ્તાની રકમ તમારા ખાતામાં જમા નહીં થાય.

૨૦મો હપ્તો મેળવવા માટે શું પાત્રતા છે?

૨૦મો હપ્તો મેળવવા માટે, ખેડૂતે નીચેની શરતો પૂરી કરવી આવશ્યક છે:

યોજના હેઠળ હોવું આવશ્યક છે.

E-KYC પૂર્ણ થયેલ હોવું જોઈએ.

જમીન માલિકી સરકારી મર્યાદા મુજબ હોવી જોઈએ.

ખેડૂત ઓળખ કાર્ડ એટલે કે ફાર્મર I.D. કાર્ડ હોવું જોઈએ.

૧૯મો હપ્તો પ્રાપ્ત થયેલ હોવો જોઈએ અને લાભાર્થીઓની યાદીમાં નામ હોવું જોઈએ.

જો ઉપરોક્ત કોઈપણ વિગતો અધૂરી હોય, તો તમને 20મો હપ્તો આવવામાં વિલંબ અથવા રદ થઈ શકે છે.

દુનિયાની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર

લાભાર્થી યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું?

તમારું નામ યાદીમાં છે કે નહીં તે તપાસવા માટે નીચેના પગલાં અનુસરો:

સૌથી પહેલાં https://pmkisan.gov.in વેબસાઇટ પર જાઓ.

ત્યાં ‘Farmer Corner’ વિભાગમાં ‘લાભાર્થી યાદી’ પસંદ કરો.

પછી તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.

સ્ક્રીન પર નામોની યાદી દેખાશે – તમારું નામ તપાસો.

નવી યાદી નિયમિતપણે અપડેટ થાય છે. જરૂર મુજબ તેને તપાસતા રહો.

20મા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી?

તમે ઘરે બેઠા તમારા હપ્તાની સ્થિતિ પણ ચકાસી શકો છો:

https://pmkisan.gov.in પર જાઓ.

‘ત્યાં ‘Farmer Corner’ > ‘પેમેન્ટ સ્ટેટસ’ પર ક્લિક કરો.

તમારો આધાર નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.

કેપ્ચા ભરો અને સબમિટ કરો.

તારીખ અને રકમ સાથે તમારું લાભાર્થી સ્ટેટસ દેખાશે.

આ પણ જુઓ : Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે! આજે 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો):

પ્રશ્ન 1. પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો ક્યારે આવશે?
→ જૂન 2025ના પ્રથમ સપ્તાહમાં જમા થવાની સંભાવના છે.

પ્રશ્ન 2. હપ્તા માટે e-KYC કરાવવું જરૂરી છે?
→ હાં, e-KYC વગર 20મો હપ્તો અટકી શકે છે.

પ્રશ્ન 3. સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
pmkisan.gov.in પર જઈને Beneficiary Statusથી.

પ્રશ્ન 4. હપ્તો જમા ન થાય તો શું કરવું?
→ તાલુકા કચેરીમાં સંપર્ક કરો અથવા હેલ્પલાઇન નં. 155261 પર કોલ કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close