Rain Forecast July : હવામાન વિભાગે (IMD) આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદર અને નગર હવેલીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. અને દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વીજળી સાથે વરસાદ પડશે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર આવ્યું છે.
Rain Forecast July
છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસાદ
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો 189 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. મહેસાણાના કડીમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદના વિરમગામમાં 3.5 ઇંચ, નવસારીના ખેરગામમાં 3.5 ઇંચ, ઉમરપાડા અને કલોલમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દેત્રોજ, વાંસદા અને સાવલીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. ડેડિયાપાડા અને વઘઈમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. આમ, ગુજરાતના 25 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલ કહે છે કે શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહિસાગર, વડોદરાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. 3 થી 5 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. તો કચ્છ, રાજકોટ, મોરબી, ચોટીલા, વાંકાનેરમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
જુલાઈમાં નદીઓમાં પૂરની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6 જુલાઈથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 6 જુલાઈએ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે. 9 જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 23 થી 29 જુલાઈ દરમિયાન ઘણા ભાગોમાં વરસાદની પણ શક્યતા છે.