Rain Forest : આવતીકાલે આ જિલ્લામાં ભૂકા કાઢશે વરસાદ, કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

By Jay Vatukiya

Updated on:

Rain Forest
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Rain Forest : કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી બાદ દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાનું આગમન ધીમે ધીમે શરૂ થયું છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે મુંબઈમાં ઘણી જગ્યાએ વરસાદી સ્થિતિ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી કરતું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે, 41 થી 60 ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ, પવન સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Forest

આવતીકાલે ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે રાજ્યમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 24 કલાક સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગાહી મુજબ, કાલે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

2000નો હપ્તો થયો જમા

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 28 મે સુધી ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. દરરોજ સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડશે. 28 મે સુધી, ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તેની અસર જોવા મળશે. 28 થી 31 મે સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે. સંભવિત ચક્રવાત નબળું પડી ગયું છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બની રહી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 2 સિસ્ટમને કારણે, ભારે પવન ફૂંકાશે. ગુજરાતના દરિયાકાંઠે 50 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાશે.

ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે

તામિલનાડુ, કેરળ, કર્ણાટક, મિઝોરમ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ચોમાસાની આગળની પ્રગતિ ખૂબ સારી છે. આગામી દિવસમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી શક્યતા છે. 15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસુ આવવાની શક્યતા છે.

આ પણ જુઓ : Ration Card Scheme : રેશનકાર્ડ ધારકોને દર મહિને મળશે ₹1000 : સરકારે કરી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close