મિત્રો, દોસ્તો, વાત કરીયે Redmi Note 13 અને Redmi Note 13 Pro 5G વિશે!
આ સ્માર્ટફોન તેની નવી killer looks અને રંગીન વેરિઅન્ટ સાથે ફરીથી માર્કેટમાં ધૂમ મચાવવા માટે આવ્યો છે. Redmi મોબાઈલ બ્રાન્ડ ભારતીય બજારમાં ખુબજ લોકપ્રિય છે અને દર વર્ષે લાખો યુઝર્સના દિલ જીતી લે છે. Redmi Note 13 Pro 5G અને Redmi Note 13 આ વર્ષે જનઆરીમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે રંગોની પસંદગી ઓછી હતી. હવે, કંપનીએ આ ફોનને નવા રંગોમાં રીલૉન્ચ કરીને ફરીથી યુઝર્સમાં ઉત્સાહ જગાવ્યો છે.
નવા રંગોનું ઉમેરણ
સુરુઆતમાં Arctic White, Midnight Black, અને Coral Purple જેવા રંગોમાં આ સ્માર્ટફોન ઉપલબ્ધ હતો, પરંતુ હવે બે નવા રંગો ઉમેરાયા છે: Scarlet Red અને Chromatic Purple.
જોવાનું જાઈએ Redmi Note 13 Pro 5G અને Redmi Note 13ની સ્પેસિફિકેશન
Redmi Note 13 Pro 5G કેમેરા
મિત્રો, Redmi Note 13 Pro 5Gમાં 200MP પ્રાઇમરી કેમેરા મળે છે, જે Samsung Isocell HP3 સેન્સર સાથે આવે છે. સાથે 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2MP મૅક્રો કેમેરા પણ છે. સેલ્ફી માટે 16MP ફ્રન્ટ કેમેરા પણ આપેલ છે.
Redmi Note 13 Pro 5G ડિસ્પ્લે
6.7-ઇંચનું Full HD+ ડિસ્પ્લે સાથે આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ અને 1800 nitsની પીક બ્રાઇટનેસ છે, જે તમને શાનદાર વિડિયો અને ગેમિંગનો અનુભવ કરાવશે.
Redmi Note 13 Pro 5G પ્રોસેસર
Qualcomm Snapdragon 7 Gen 2 ચિપસેટ આ ફોનમાં આપેલ છે, જે ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ માટે જાણીતું છે.
Redmi Note 13 Pro 5G બેટરી
આ ફોનમાં 5,100mAhની મોટી બેટરી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે, જે તે ઝડપી ચાર્જ કરીને આખો દિવસ ચાલે તેવી ખાતરી આપે છે.
Redmi Note 13 Pro 5G અન્ય ફીચર્સ
- In-display Fingerprint Sensor
- IP54 Rating સાથે વોટર અને ડસ્ટ પ્રૂફ
- IR Blaster અને ડ્યુઅલ સ્પીકર
- 3.5mm Audio Jack પણ ઉપલબ્ધ
Redmi Note 13 Pro 5G અને Redmi Note 13 ની કિંમત
- Redmi Note 13 Pro 5G
- 8GB + 128GB: ₹24,999
- 8GB + 256GB: ₹26,999
- Redmi Note 13 5G
- 6GB + 128GB: ₹16,999
- 8GB + 256GB: ₹18,999
- 12GB + 256GB: ₹20,999
નવું શું છે?
Scarlet Red અને Chromatic Purple કલર સાથે આ ફોન્સ વધુ સ્ટાઇલિશ લાગી રહ્યા છે.
મિત્રો, આ નવા મોડેલ્સ અને અપડેટેડ રંગોની સાથે Redmi Note 13 શ્રેણી ફરીથી બજારમાં ધમાલ મચાવવા તૈયાર છે. જો તમે નવીનતમ ટેકનોલોજી અને શાનદાર લુક ધરાવતો ફોન શોધી રહ્યા છો, તો આ સ્માર્ટફોન ખરેખર તમારું મન જીતશે.