Ryo Tatsuki : કોણ છે નવા બાબા વેંગા? જુલાઈ 2025 માં આવશે મોટી આફતો કરી ભવિષ્યવાણી

By Jay Vatukiya

Published on:

Ryo Tatsuki

New Baba Vanga Ryo Tatsuki : વિશ્વભરમાં પહેલાથી જ જાણીતી ભવિષ્યવક્તા બાબા વેંગા પછી હવે એક નવી શખ્સિત ચર્ચામાં છે – જાપાનની રિયો તાત્સુકી (Ryo Tatsuki). સોશ્યલ મિડીયા અને ન્યૂઝ પોર્ટલ્સ પર તેમના ભવિષ્યકથનોથી તોફાન મચી ગયો છે. ઘણા લોકો તેમને “જાપાની બાબા વેંગા” કહી રહ્યા છે.

કોણ છે રિયો તાત્સુકી(Ryo Tatsuki)?

રિયો તાત્સુકી (Ryo Tatsuki) એક મંગા કલાકાર છે, જેમણે 1999માં પ્રકાશિત થયેલી પોતાની કોમિક બુકમાં અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે. જેમ કે:

2011નું જાપાન ભૂકંપ અને સુનામી

COVID-19 જેવી મહામારી

અને વિવિધ કુદરતી આફતો

તેમના ભવિષ્યકથનોને કારણે હવે લોકોને લાગે છે કે તેમનું કહેલું આગળ પણ સાચું નીવડી શકે છે.

રિયો તાત્સુકી (Ryo Tatsuki)ની નવી ભવિષ્યવાણી: જુલાઈમાં આવશે મોટી આફત?

તાજેતરમાં એમના વિશે ચર્ચા વધી રહી છે કારણ કે એમણે કથિત રીતે એવી ભવિષ્યવાણી કરી છે કે જુલાઈ 2025 માં આવશે મોટી આફત આવી શકે છે. જોકે, એ ખતરો કયો છે, એ સ્પષ્ટ નથી. કેટલાક મિડીયા અહેવાલો મુજબ તે કુદરતી આફત, એટલે કે ભૂકંપ કે તોફાન હોઈ શકે છે.

જાપાની બાબા વાંગા રિયો તાત્સુકીની આગાહી મુજબ, જુલાઈ 2025માં જાપાનના દક્ષિણમાં સમુદ્ર ‘ઉકળવા લાગશે’, જેના કારણે વિશાળ સુનામી આવશે. તેમણે કરેલી બીજી એક ચોંકાવનારી આગાહી એ છે કે પાણીની અંદર જ્વાળામુખી ફાટવાથી સુનામી આવશે જે જાપાન, તાઇવાન અને ઇન્ડોનેશિયામાં ત્રાટકશે. આ ભયાનક સુનામી 2011 માં આવેલી સુનામી કરતા પણ વધુ ઘાતક હોઈ શકે છે.

શું એમાં વાસ્તવમાં સાચાઈ છે?

આવા દાવાઓ પર ચોક્કસપણે શંકા કરી શકાય. વૈજ્ઞાનિક સ્તરે આજેય આવા દાવાઓના પૂરાવા મળ્યા નથી. પરંતુ પહેલાની ઘણી ભવિષ્યવાણીઓ ચોકસાઇથી સાબિત થયેલી હોવાને કારણે લોકોમાં ભય અને ઉત્સુકતા બંને જોવા મળે છે. ભવિષ્ય જાણવું દરેક મનુષ્યની કુતુહલતા છે. રિયો તાત્સુકી (Ryo Tatsuki) જેવી વ્યક્તિઓ લોકોના મનમાં આશા અને ડર બંને ઊભું કરે છે. ભવિષ્યમાં શું બનશે, એ કહવું મુશ્કેલ છે, પણ સતર્ક અને તૈયાર રહેવું વધુ યોગ્ય છે.

આ પણ જુઓ : Cyclone Shakti Alert : આ તારીખે ત્રાટકશે વાવાઝોડું ‘શક્તિ’? આ જિલ્લાઓ હાઇ એલર્ટ જાહેર.

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close