Samsung Galaxy F56 5G ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

By Jay Vatukiya

Published on:

Samsung Galaxy F56 5G: Samsung ભારતમાં તેનો નવો Smartphone Samsung Galaxy F56 5G લોન્ચ કરવામાં આવ્યો છે. આ Smartphone માં 50MP કેમેરા, 5000mAh શક્તિશાળી બેટરી સહિત ઘણી સુવિધાઓ સાથે આવે છે. આ Smartphone જોતાની સાથે જ તમને પણ તે ખરીદવાની ઇચ્છા થશે. તો ચાલો જાણીએ આ Smartphone વિશે માહિતી.

Samsung Galaxy F56 5G : સેમસંગે ભારતમાં તેનો ઓછાં બજેટ 5G Smartphone લોન્ચ કર્યો છે. સેમસંગનો આ ફોન ગેલેક્સી F શ્રેણીમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષના ગેલેક્સી F55 5Gનું અપગ્રેડેડ મોડેલ હશે. સેમસંગે આ ફોનને ભારતીય બજારમાં બે સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. આમ, જો તમે સેમસંગ પ્રેમી છો અને નવો ફોન ખરીદવા માંગો છો, તો આ ફોન તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. તો ચાલો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Samsung Galaxy F56 5G નાં ફીચર્સ

ડિસ્પ્લે

આ સેમસંગ ફોન 6.7-ઇંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. કંપનીએ આમાં Infinity-O HDR ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. ફોનનો ડિસ્પ્લે 120Hz હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. આ ફોન 1200 nits સુધીના પીક બ્રાઇટનેસ ફીચરને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનના પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્લસ આપવામાં આવ્યો છે.

કેમેરા

આ સ્માર્ટફોનના કેમેરા વિશે વાત કરીએ તો, Samsung Galaxy F56 5G માં OIS સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરા છે. ફોનમાં ફ્રન્ટ પર 12-મેગાપિક્સલનો HDR સેલ્ફી સેન્સર છે. કેમેરા બહુવિધ AI ઇમેજિંગ સુવિધાઓને સપોર્ટ કરે છે.

બેટરી

આ સેમસંગ સ્માર્ટફોનમાં 5000mAh ની મોટી બેટરી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સેમસંગનું નોક્સ વોલ્ટ ફીચર ડિવાઇસમાં સુરક્ષા માટે ઉપલબ્ધ છે. આ ફોન સેમસંગ વોલેટ સાથે ટેપ એન્ડ પે ફંક્શન સપોર્ટ સાથે આવે છે. આ હેન્ડસેટ 7.2 મીમી જાડા છે અને કંપનીનો દાવો છે કે તે F-સિરીઝ પોર્ટફોલિયોમાં સૌથી પાતળો સ્માર્ટફોન છે.

કિંમત અને સ્ટોરેજ

Samsung Galaxy F56 5G ના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. અને, 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 28,999 રૂપિયા છે.

આ પણ વાંચો : Gujarat Rain Update : આજે ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી આગાહી

Leave a Comment