મિત્રો, Samsung સતત નવા અને પ્રીમિયમ સ્માર્ટફોન્સ લાવી રહ્યું છે. આ શ્રેણીમાં આગળ વધતા Samsung Galaxy S24 FE ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આજની આ બ્લોગ પોસ્ટમાં, આપણે આ નવા સ્માર્ટફોનની કિંમત, સ્પેસિફિકેશન અને લોન્ચ ડેટ વિશે ચર્ચા કરીશું. જો તમે નવા સ્માર્ટફોન લેવાની યોજના બનાવી રહ્યા છો, તો આ ફોન તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.
Samsung Galaxy S24 FE ફોન ક્યારે લોન્ચ થશે અને તેની કિંમત શું છે?
સેમસંગે આ નવું Samsung Galaxy S24 FE 26 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. આ એક પ્રીમિયમ સેગમેન્ટનો ફોન છે, અને તેથી જ તેની કિંમત પણ ઉંચી રહેશે. તમે તેને ₹60000ની આશરે કિંમતમાં ખરીદી શકશો. આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
Samsung Galaxy S24 FE ફોનની સ્પેસિફિકેશન અને કેમેરા
મિત્રો, Samsung Galaxy S24 FE ની વાત કરીએ તો તેમાં Android v14 નવો ઓપરેટિંગ સિસ્ટમ મળશે. આ ફોનમાં Samsung Exynos 2400e પ્રોસેસર અને 3.11 GHz, ડેકા કૉર પ્રોસેસર સાથે શાનદાર પરફોર્મન્સ મળશે. સ્ક્રીનની વાત કરીએ તો 6.7 ઈંચનું AMOLED ડિસ્પ્લે હશે.
કેમેરા વાત કરીએ તો પાછળના ભાગમાં 50 MP (વાઇડ એન્ગલ), 8 MP (ટેલિફોટો 3x ઓપ્ટિકલ ઝૂમ) અને 12 MP (અલ્ટ્રા વાઇડ) ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. આ સાથે તમે 8K @ 24/30 fps UHD, 4K @ 30 fps UHD વિડીયો રેકોર્ડ કરી શકશો. આગળના ભાગમાં 10 MP પંક્હોલ સ્ટાઇલમાં વાઇડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે.
Conclusion
મિત્રો, આ Samsung Galaxy S24 FE માં 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ સાથે આવે છે. તેમાં 4700 mAh ની નોન-રીમૂવેબલ બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. રિવર્સ ચાર્જિંગ પણ મળશે. જો તમે Samsung ના દિવાના છો અને નવો પ્રીમિયમ ફોન લેવા માગો છો, તો આ ફોન એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.
ખરીદી પહેલા કંપનીની વેબસાઇટ અથવા સ્ટોરમાં સ્પેસિફિકેશન અને કિંમત ચકાસવાનું ભુલશો નહીં.