SSC Recruitment 2025 : SSC દ્વારા 14582 જગ્યાઓ માટે બમ્પર ભરતી, જાણો સંપૂર્ણ વિગતો અને અરજી પ્રક્રિયા

By Jay Vatukiya

Updated on:

SSC Recruitment 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Recruitment 2025 : મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા અથવા SSC CGL માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે, ભરતી ઝુંબેશનો હેતુ 14,582 ખાલી જગ્યાઓ ભરવાનો છે, જેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ssc.gov.in પર શરૂ થઈ ગઈ છે. ચાલો તમને ભરતીની તમામ વિગતો જેમ કે કુલ જગ્યાઓ, શૈક્ષણીક લાયકાત, વય મર્યાદા, અરજી ફ્રી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, કેવી રીતે ફોર્મ ભરવું બધી જ માહિતી આ પોસ્ટમાં આપવામાં આવી છે. તો પોસ્ટ છેલ્લે સુધી વાંચજો.

SSC Recruitment 2025

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામનોટિફિકેશન વાંચો
કુલ જગ્યાઓ14,582
નોકરીનું સ્થળગુજરાતના જિલ્લાઓ
અરજી શરૂ થવાની તારીખ09 જૂન, 2025 (2:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ04 જુલાઈ 2025 (11:59 PM)
એપ્લિકેશન મોડઓનલાઈન
ક્યાં અરજી કરવીssc.gov.in

આ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે

કેન્દ્ર સરકારના વિભાગોમાં, ગ્રુપ બી આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, સબ ઇન્સ્પેક્ટર, પોસ્ટલ ઇન્સ્પેક્ટર, નાર્કોટિક્સ ઇન્સ્પેક્ટર, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, NIA સબ ઇન્સ્પેક્ટર, જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર વગેરે જગ્યાઓ અને ગ્રુપ સી ઓડિટર, એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, અપર ડિવિઝનલ ક્લાર્ક, સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ટેક્સ આસિસ્ટન્ટ વગેરે જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

વય મર્યાદા

આ ભરતી માટે વય મર્યાદા 18 થી 30 વર્ષ, 20 થી 30 વર્ષ, 18 થી 32 વર્ષ અથવા 18 થી 27 વર્ષ છે જે વિવિધ પોસ્ટ્સના આધારે નક્કી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ પોસ્ટ્સ માટે અલગ અલગ લાયકાત છે. ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા એક વાર નોટિફિકેશન વિગતવાર વાંચી લેવું.

અરજી ફી

જનરલ/OBC માટે 100 રૂપિયા અરજી ફી

SC/ST/PwD/ESM અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી.

પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે?

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા 2025 ની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. કમિશન અનુસાર, SSC CGL ટિયર-1 પરીક્ષા 13 ઓગસ્ટથી 30 ઓગસ્ટ, 2025 ની વચ્ચે લેવામાં આવશે. જ્યારે ટિયર-2 પરીક્ષા ડિસેમ્બર 2025 માં લેવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજીની શરૂઆત: 09-06-2025
  • છેલ્લી તારીખ: 04-07-2025

મહત્વપૂર્ણ લિંક્સ

SSC Recruitment 2025 અરજી કેવી રીતે કરવી

  1. SSC ની વેબસાઇટ પર જાઓ: ssc.gov.in
  2. રજીસ્ટર કરો, ફોર્મ ભરીને તમારી માહિતી દાખલ કરો.
  3. લોગીન કરીને ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ કરો.
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. ફી ચૂકવીને અરજી ફોર્મ સબમિટ કરો.

ખાસ નોંધ

આ ઉપરાંત, કમિશને એ પણ માહિતી આપી છે કે જે ઉમેદવારો હજુ સુધી નવી વેબસાઇટ https://ssc.gov.in પર OTR કરી શક્યા નથી, તેમણે શક્ય તેટલી વહેલી તકે નવો OTR મેળવવો પડશે કારણ કે જૂની વેબસાઇટ https://ssc.nic.in પરથી મેળવેલ OTR હવે માન્ય રહેશે નહીં. મહત્વનું છે કે, ઉમેદવારો OTR પૂર્ણ કર્યા પછી જ SSC CGL 2025 પરીક્ષા માટે અરજી કરી શકશે. આવી સ્થિતિમાં, રસ ધરાવતા ઉમેદવારોએ વિલંબ કર્યા વિના નવી વેબસાઇટ પર જવું જોઈએ અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.

આ પણ વાંચો : Gujarat Rain 10 Jun : આજે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી? જાણો ક્યાં આજ વરસાદ પડશે?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close