Today Rain Forecast : આજે 28 જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે; 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

By Jay Vatukiya

Published on:

Today Rain Forecast

Today Rain Forecast : છેલ્લા 7 દિવસથી રાજ્યભરમાં વરસાદની માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે 2 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગે આજે 28 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ કે આગામી 6 દિવસક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Today Rain Forecast

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 36 કલાક સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર રચાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બન્યું છે અને ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

આજે ક્યાં વરસાદની આગાહી

યલો એલર્ટ વાળા જિલ્લાઓ : હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલ ઓરેન્જ એલર્ટ મુજબ, આજે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં વહીવટીતંત્રને સતર્ક રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

યલો એલર્ટ વાળા જિલ્લાઓ: આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા અને દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદની યલો એલર્ટ જાહેર કરવામાંઆવ્યું છે.

28 જૂનની આગાહી

રાજ્યમાં સૌથી વધુ વરસાદ 28 જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આ દિવસે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે.

29 જૂનથી 1 જુલાઈ સુધીની આગાહી

29 જૂનથી 1 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધુ બનશે. આ સમયગાળા દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહિસાગર, દાહોદ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Paresh Goswami : પરેશ ભાઈ એ કહ્યું એટલે પાકું 27,28,29 તારીખે અતિ ભારે વરસાદ આગાહી, જાણો જિલ્લા મુજબ કેટલા ઇંચ વરસાદ?

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. યોજનાને લગતી માહિતી, હવામાનની અપડેટ્સ, ટેક સમાચાર અને લેટેસ્ટ અપડેટ્સ નિયમિતપણે વાંચવા માટે અમારી વેબસાઇટ GujViral.com ની મુલાકાત લેતા રહો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે કોમેન્ટ કરીને જણાવો! અમે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ!

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close