Today Red Alert : ગુજરાતમાં ભારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી લગભગ સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બન્યું છે. જેની અસર ગુજરાત વધુ જોવા મળશે. તેનાથી રાજ્યમાં ભારે વરસાદ પડશે. હાલમાં રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે જે વરસાદ લાવી રહી છે. જેમાં પાકિસ્તાન નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.
Today Red Alert
વરસાદનું રેડ એલર્ટ અને ઓરેંજ એલર્ટ
‘રેડ એલર્ટ’ હેઠળના જિલ્લાઓ: જે જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે તેમાં વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને ભાવનગરનો સમાવેશ થાય છે.
‘ઓરેન્જ એલર્ટ’ હેઠળના જિલ્લાઓ: આ ઉપરાંત, હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને કારણે 18 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ગાંધીનગર, ખેડા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દીવ, અરવલ્લીનો સમાવેશ થાય છે.
વરસાદની વધુ માહિતી માટે IMD ની મુલાતક લો.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ, જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નાના બંધો છલકાઈ જવાની પણ શક્યતા છે.
29 જૂને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. સરેરાશ 2 ઇંચથી 4 ઇંચ વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોમાં 5 થી 7 ઇંચ વરસાદ પડી શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશ પર રચાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હાલમાં પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને ખૂબ જ મજબૂત છે. તેનું ટ્રફ અરબી સમુદ્ર સુધી વિસ્તરતું હોવાથી, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.