Today Weather Alert : આજે ગુજરાતના દક્ષિણ અને પૂર્વ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું છે તાજું હવામાન અપડેટ, જાણો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડશે.
હવામાન વિભાગ (IMD) દ્વારા આજે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં વરસાદનું વધુ જોર જોવા મળી શકે છે. આવતીકાલથી એટલે કે 9 જુલાઈ પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
Today Weather Alert
આજે ક્યાં વરસાદની આગાહી
આજે 9 જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદને લઈને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ઉત્તર ગુજરાતમાં દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, તાપી અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં આજે અને આવતીકાલે 150mmથી વધુ વરસાદ પડી શકે છે.
આજે 8 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી કે રાજ્યમાં 22 થી 30 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે 2 થી 10 ઇંચ વરસાદ પડશે. ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવશે.