Today Wether : આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો અંબાલાલની આગાહી

By Jay Vatukiya

Published on:

Today Wether

Today Wether : ગુજરાતના હવામાનમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. 24 મેના રોજ ચોમાસાએ કેરળમાં દસ્તક આપી હતી, ત્યારબાદ હવે ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસુ પ્રવેશ કરશે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના હવામાનમાં ફેરફાર સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં હવામાનમાં ફેરફારની આગાહી કરી છે અને કહ્યું છે કે આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Today Wether

આજે ક્યાં વરસાદની આગાહી

આજે એટલે કે 28 મે ના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હવે ચોમાસુ ગુજરાત પહોંચવાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં ભારે વરસાદની પણ શક્યતા છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ, 7 થી 9 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે ચોમાસુ 10 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશી શકે છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોમાસુ પહેલા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પ્રવેશ કરશે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

૨૮ થી ૩૦ જૂન દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન દરિયો ખૂબ જ તોફાની બનશે. આ સાથે, વડોદરા, ભરૂચ, ખંભાત, પેટલાદના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.ઉત્તર ગુજરાતમાં, અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. ભારે પવનને કારણે ઉભા પાકને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : Ration Card Scheme : રેશનકાર્ડ ધારકોને દર મહિને મળશે ₹1000 : સરકારે કરી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી?

આ પણ જુઓ : PM KISAN NIDHI YOJNA : 2000 રૂપિયાનો 20મો હપ્તો આ તારીખ થશે જમા, જાણો ક્યારે આવશે 20મો હપ્તો?

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close