Tomorrow Rain Alert : આવતીકાલે રાજ્યના 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તબાહી મચાવશે, ઓરેન્જ-યલો એલર્ટ જાહેર

By Jay Vatukiya

Published on:

Tomorrow Rain Alert

Tomorrow Rain Alert : હાલમાં ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મુશળધાર વરસાદ વરસાવી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 7 જુલાઈએ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, આવતીકાલે હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગે ‘ઓરેન્જ’ અને ‘યલો’ એલર્ટ જાહેર કર્યું છે.

Tomorrow Rain Alert

આવતીકાલે ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગની IMD આગાહી મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી 7 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોના વહીવટીતંત્રને સતર્ક રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય પાંચ જિલ્લાઓ – અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી, ગુજરાતના ઘણા ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની પડવાની સંભાવના છે.

પરેશ ગોસ્વામીની આગાહી

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વરસાદ 10-11 જુલાઈ સુધી ચાલુ રહેશે. મધ્યપ્રદેશ પર બનેલી સિસ્ટમ આજે વહેલી સવારથી ગુજરાત પહોંચી ગઈ છે. આ સિસ્ટમ ગુજરાતના મધ્ય ભાગમાંથી પશ્ચિમ તરફ પસાર થશે. તેમના મતે, અત્યાર સુધી પડેલા વરસાદની તુલનામાં એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તાર વધારો જોવા મળશે.

આ પણ વાંચો : PM Kisan Yojana : ખેડૂતોના ખાતામાં આ તારીખે આવશે 2000 નો 20મો હપ્તો. જાણો કઈ તારીખે જમા થશે હપ્તો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment