Tomorrow Rain Forecast : ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરાપ જોવા મળ્યો છે. તો અમુક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડવાનો ચાલુ છે. આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જૉર ઘટશે. અમુક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં વરસાદ પડી શકે છે.
Tomorrow Rain Forecast
7 જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર
હવામાન વિભાગની IMD આગાહી મુજબ આવતીકાલે 7 જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મધ્ય ગુજરાતના અરવલ્લી, દાહોદ, અને મહીસાગર અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે અત્યારે ગુજરાતને વરસાદની બે સિસ્ટમ અસર કરી રહી છે, જેના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, આ સિસ્ટમ હવે થોડી નબળી પડી છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી વરસાદની તીવ્રતા ઓછી રહેશે. પરંતુ 12 જુલાઈ પછી ફરીથી વરસાદનો નવો ‘રાઉન્ડ’ શરૂ થઈ જશે!
હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ-સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જે 12 થી 16 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ લાવશે.