Two Wethar System Active : ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર ભારે પલટો આવવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બે જુદી જુદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના 6 જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 15 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Two Wethar System Active
કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે. માછીમારોને 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની ધારણા છે, જેમાં કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે:
- અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ): કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
- ભારે વરસાદ (યલો એલર્ટ): મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા અને ભરૂચ.
24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ
- સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઈંચ વરસાદ
- ખેડબ્રહ્મામાં ખાબક્યો 10.3 ઈંચ વરસાદ
- બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો 8.9 ઈંચ વરસાદ
- ઈડરમાં 4.9, મેઘરજમાં 4.6 ઈંચ વરસાદ
- સતલાસણામાં 4.6, મોડાસામાં 4.3 ઈંચ
- ઉમરપાડામાં 3.3, વિજયનગરમાં 3 ઈંચ વરસાદ
- તલોદમાં 2.6, સાગબારામાં 2.2 ઈંચ વરસાદ
- દાંતીવાડામાં 2.2, પાલનપુરમાં 2 ઈંચ વરસાદ
- ભિલોડામાં 2.2, કપરાડામાં 2 ઈંચ વરસાદ
- ક્વાંટ, પ્રાંતિજ, ધનસુરામાં 2-2 ઈંચ વરસાદ
- ધનસુરા, પેટલાદ,નડિયાદમાં 1.7 ઈંચ વરસાદ
- મહુધામાં 1.6, મહેમદાબાદ 1.6 ઈંચ વરસાદ
- નસવાડીમાં 1.5, નાંદોદમાં 1.4 ઈંચ વરસાદ
- માલપુરમાં 1.4, કલોલમાં 1.3 ઈંચ વરસાદ
- ભરૂચ, માણસામાં 1.3 ઈંચ વરસાદ
- પોશીના, અમીરગઢ, ખાનપુરમાં 1.3 ઈંચ વરસાદ
- ગરુડેશ્વર, શિનોર, સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ
- ધોલેરા, કઠલાલ, હાલોલ, ઉમરગામમાં 1-1 ઈંચ વરસાદ
FAQ
Q1: ગુજરાતમાં ક્યારે ધોધમાર વરસાદ પડશે?
A: આગામી 3-4 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
Q2: કયા વિસ્તારમાં વધુ વરસાદની આગાહી છે?
A: દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લામાં.
Q3: આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે?
A: બે અલગ અલગ સિસ્ટમ વાતાવરણમાં ભેજ અને પવન દ્વારા વરસાદ લાવે છે.