Upcoming Smartphones : આ અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે નવા 5G ફોન: Realme 15 Pro, iQOO Z10R અને વધુ, જાણો ફીચર્સ અને લોન્ચ તારીખ

By Jay Vatukiya

Published on:

Upcoming Smartphones

Upcoming Smartphones : જુલાઈ મહિનાની શરૂઆત ભારતીય મોબાઇલ માર્કેટમાં મોટા ધમાકા સાથે રહી છે. Vivo, samsung Fold Phone અને OnePlus ના સ્માર્ટફોન માર્કેટમાં આવી ગયા છે. હવે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પણ કેટલાક શાનદાર સ્માર્ટફોન લોન્ચ થવાના છે. તો ચાલો 21 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે ક્યાં સ્માર્ટફોન લોન્ચ થશે તેના વિશે જાણીએ……

જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ અઠવાડિયે ભારતમાં લોન્ચ થનારા સ્માર્ટફોનની યાદી ચોક્કસ ઉપયોગી થશે. Realme, iQOO અને Lava જેવી કંપનીઓ દ્વારા એડવાન્સ ફીચર્સ સાથે નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.

Upcoming Smartphones

1. Realme 15 Pro 5G

Realme 15 Pro એ ઓછા બજેટ વાળા યુઝર્સ માટે એક મજબૂત ફોન છે. તેમાં 120Hz AMOLED ડિસ્પ્લે, Snapdragon 7s Gen 2 પ્રોસેસર અને 64MP+2MP ડ્યુઅલ રીઅર કેમેરા મળશે. ફોનમાં 5000mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

Launch Date: 24 જુલાઈ, 2025

2. Realme 15 5G

Realme 15 પણ 15 Pro નો લાઈટ વર્ઝન છે, જેમાં Dimensity 6100+ ચિપસેટ અને 90Hz LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોન ઓછા બજેટ વાળા યુઝર્સ માટે ખાસ બનાવવામાં આવ્યો છે.

Launch Date: 24 જુલાઈ, 2025

3. iQOO Z10R 5G

iQOO Z10R 5G એ પર્ફોમન્સ લવર અને ગેમિંગ લવર માટે બેસ્ટ ફોન છે. તેમાં Snapdragon 6 Gen 1 SoC, 120Hz AMOLED ડિસ્પ્લે અને 6000mAh પાવરફુલ બેટરી મળશે.

Launch Date: 24 જુલાઈ, 2025

4. LAVA Blaze Dragon 5G

LAVA ના નવા Blaze Dragon 5G માં Mediatek Dimensity 7050 SoC અને stock Android OS મળશે. આ ભારતીય બ્રાન્ડનો સારો પ્રયાસ છે value-for-money segment માટે.

Launch Date: 25 જુલાઈ, 2025

આ પણ વાંચો : Tecno Phantom Ultimate G Fold : ત્રણ વખત વળે એવો દુનિયાનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન, 9.94 ઈંચ સ્ક્રીન સાથે જાણો કિંમત અને ફીચર્સ

Disclaimer:

આ લેખમાં આપવામાં આવેલી માહિતી ટેક લિંક અને મીડિયા આધારિત છે. લોન્ચ સમયે કિંમત અને ફીચર્સમાં ફેરફાર થઈ શકે છે. રોજ એવી જ રોમાંચક Tech માહિતી મેળવવા માટે GujViral.com વિઝીટ કરતા રહો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close