Vivo નો ધમાકો! 50MP કેમેરા, 6000mAh બેટરી, 80W ચાર્જિંગ અને 1TB સ્ટોરેજ સાથે Vivo X Fold 5 લોંચ – જાણો કિંમત અને ફીચર્સ

By Jay Vatukiya

Published on:

Vivo X Fold 5

Vivo X Fold 5 : Vivo આજે ભારતીય માર્કેટમાં પોતાનો ફોલ્ડિંગ સ્માર્ટફોન Vivo X Fold 5 અને Vivo X200 FE લૉન્ચ કરશે. આજે આપણે Vivo X Fold 5 વિશે જાણીશું. જે માત્ર સ્માર્ટફોન નથી, પણ તેના ફિસર્ચ પણ જોરદાર છે. જેમાં તમને AMOLED ફોલ્ડિંગ ડિસ્પ્લે, Snapdragon 8 Gen 3 દમદાર પ્રોસેસર, 50MP કેમેરો, 6000mAh બેટરી, સાથે નવી ડિઝાઇન અને અલ્ટ્રા-પ્રીમિયમ અનુભવ આપે એવો છે. Vivo X Fold 4 કરતા વધુ પાવરફુલ અને આધુનિક ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ તેના તમામ ફિચર્સ વિશે વિગતે……

Vivo X Fold 5 Specifications

જો તમે એક પાવરફુલ અને મલ્ટી ટાસ્કિંગ માટે સ્માર્ટફોન શોધી રહ્યા છો? તો તમારા માટે Vivo X Fold 5 તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

  • Display: 8.03 ઈંચની E7 AMOLED/6.53 ઇંચનું AMOLED
  • Processor: Qualcomm Snapdragon 8 Gen 3
  • RAM: 12GB / 16GB LPDDR5X
  • Camera: 50MP Sony IMX890 OIS અને 32MP નો ફ્રન્ટ કેમેરા
  • Storage: 256GB / 512GB અને 1TB UFS 4.0
  • OS: Funtouch OS 15 (Android 15)
  • Cooling System: VC Liquid Cooling + Graphite Sheet

Vivo X Fold 5 Display Quality

Vivo X Fold 5માં તમને 8.03 ઈંચની E7 AMOLED ફોલ્ડિંગ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 2K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. જ્યારે બહારની સાઇડ તમને 6.53 ઇંચનું AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. બંને ડિસ્પ્લે સ્ક્રીનમાં Gorilla Glass Victus 2 આપવામાં આવ્યો છે. જે ડિસ્પ્લે વધુ સુરક્ષિત બનાવે છે.

Vivo X Fold 5 Performance Review

Vivo X Fold 5 સ્માર્ટફોનમાં તમને Qualcomm ના આધુનિક Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 4nm ટેક્નોલોજી પર આધારિત છે. આ સ્માર્ટફોનમાં લિક્વિડ કુલિંગ ટેક્નોલોજી સાથે આવે છે. ગેમ્સ રમવા કે મલ્ટિટાસ્કિંગ કરવા માટે પ્રોસેસર સર્વશ્રેષ્ઠ છે.

Vivo X Fold 5 RAM And Storage

Vivo X Fold 5માં તમને 12GB અને 16GB સુધી LPDDR5X રેમ અને 256GB,512GB અને 1TB સુધીનું UFS 4.0 સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજ મોટું હોવાથી તમે હજારો ફોટા, વીડિયો અને એપ્સ સરળતાથી સંગ્રહ કરી શકશે.

Vivo X Fold 5 Camera Review

Vivo X Fold 5ના કેમેરાની વાત કરીએ તો Hasselblad સાથે કોલાબોરેશન દ્વારા ટ્યુન કરાયેલ કૅમેરા સિસ્ટમ આપવામાં આવી છે, આ સ્માર્ટફોન ત્રણ કેમેરા સેટઅપ સાથે આવે છે. જેમાં 50MP Sony IMX890 OIS મુખ્ય કેમેરો, 48MP અલ્ટ્રા-વાઈડ કેમેરો અને 64MP પેરિસ્કોપ ઝૂમ સાથે ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી લવર માટે અંદર અને બહાર બંને તરફ 32MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 8K વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ અને ઝીરો શટર લેગ સાથે આવે છે, જે ફોટોગ્રાફી પ્રેમીઓ માટે પરફેક્ટ છે.

Vivo X Fold 5 Battery and Charging

Vivo X Fold 5 પાવર માટે 6000mAh ની બે સેલ બેટરી આપવામાં આવી છે, જે આખો દિવસ ચાલે એવી છે. ચાર્જ કરવા માટે 80W વાયર્ડ અને 40W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Vivo X Fold 5 Operating system

Vivo X Fold 5 સ્માર્ટફોન Android 15 આધારિત Funtouch OS 15 પર ચાલે છે. તેમાં ખાસ કરીને ફોલ્ડિંગ ડિસ્પ્લે માટે કસ્ટમ ફીચર્સ અને Spilt Screen, App Continuity, Hover Mode જેવી એડવાન્સ સુવિધાઓ સાથે આવે છે. અને સુરક્ષા માટે ડ્યુઅલ અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Vivo X Fold 5 Launch Date in India

ભારતમાં Vivo X Fold 5 સ્માર્ટફોન આજે એટલે કે 13 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન સૌથી પહેલા Vivo ના ઓફિશિયલ સ્ટોર અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે એવી શક્યતા છે.

Vivo X Fold 5 Price in India

ભારતમાં Vivo X Fold 5 સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો 83,800 રૂપિયા થી 1,14,000 વચ્ચે હોય શકે છે. મૉડલ પ્રમાણે કિંમત અગલ હોય શકે છે. આ સ્માર્ટફોનમાં ગ્રેફાઈટ બ્લેક અને આઈસ બ્લૂ ત્રણ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે.

Vivo X Fold 5 નિષ્કર્ષ:

Vivo X Fold 5 સ્માર્ટફોન માત્ર ફોલ્ડિંગ ડિઝાઇન માટે નહીં, પણ તેના પાવરફુલ હાર્ડવેર, કેમેરા ક્વોલિટી, અને ફાસ્ટ ચાર્જિંગ માટે પણ એક અદભૂત સ્માર્ટફોન છે. જો તમે પ્રીમિયમ અને યુનિક સ્માર્ટફોન શોધી રહ્યા છો તો Vivo X Fold 5 તમારા માટે યોગ્ય પસંદગી બની શકે છે.

આ પણ વાંચો : 14 July Rain Alert : ગુજરાતના આ જિલ્લાઓમાં આજે થશે મેઘતાંડવ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Vivo X Fold 5 FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q 1. ભારતમાં Vivo X Fold 5 ની કિંમત કેટલી છે?
A. ભારતમાં (16GB RAM + 512GB) ની કિંમત 1,49,999 રૂપિયા છે.

Q 2. ભારતમાં ક્યારે લોન્ચ થશે?
A. આજે 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે.

Q 3. Vivo X Fold 5 વોટરપ્રૂફ છે?
A. હાં, આ ફોન IPX8 વોટર રેસિસ્ટન્ટ છે.

Q 4. Vivo X Fold 5 માં બેટરી કેટલા mAh છે?
A. આ સ્માર્ટફોનમાં 6000mAh મોટી બેટરી આપવામાં આવી છે.

Q 5. Vivo X Fold 5 ક્યા ચિપસેટ સાથે આવે છે?
A. Snapdragon 8 Gen 3.

Q. 6. PUBG અને BGMI ઓન હાઈ ચલાવે છે?
A. હાં, Ultra Graphics સપોર્ટ કરે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close