Weather Rain Forecast : હજુ ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગનું 27 જૂન સુધી એલર્ટ

By Jay Vatukiya

Published on:

Weather Rain Forecast

Weather Rain Forecast : છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના પહેલા રાઉન્ડમાં જ નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે, આગાહી અનુસાર ગુજરાતમાં બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી, ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અને અન્ય મોડેલના અંદાજ મુજબ, 27 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather Rain Forecast

હવામાન વિભાગની આગાહી (IMD)

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે, ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રથયાત્રાના દિવસે પણ અમદાવાદમાં જોરદાર વરસાદ આવી શકે છે. ભારે વરસાદને કારણે, દરિયાકાંઠે ચેતવણી જારી કરવામાં આવી છે અને માછીમારોને 29 જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી

24 જૂન મંગળવારે,બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિભારે વરસાદની યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

25 અને 26 જૂનના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, છછરડા, છત્તરમાળા, આણંદ, તાપી, સુરત, ડાંગ, નવસારી, અને વલસાડમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

27 જૂને 23 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, પઠાણા, નવસારી, વલસાડ, અને મહેસાણામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી 15 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 25 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થશે. ખાસ કરીને, 26 જૂનથી 30 જૂનની આસપાસના સમયગાળામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન 3 થી 10 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : PM Kisan Yojana : ખેડૂતોના ખાતામાં 2000ને બદલે આવશે 4000 રૂપિયા, અત્યારે જ જાણો કે ડબલ પૈસા ક્યાંથી મળશે.

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. રોજ યોજનાને લગતી માહિતી, હવામાનની અપડેટ્સ, ટેક સમાચાર અને લેટેસ્ટ અપડેટ્સ નિયમિતપણે વાંચવા માટે અમારી વેબસાઇટ GujViral.com ની મુલાકાત લેતા રહો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે, કોમેન્ટ કરીને જણાવો! અમે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ!

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close