Weather Update Today : આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

By Jay Vatukiya

Published on:

Weather Update Today

Weather Update Today : આ વર્ષે રાજ્યમાં જોરદાર ચોમાસુ વરસ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં 5 જુલાઈથી 10 જુલાઈ સુધી ભારે વરસાદની કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે પણ ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

Weather Update Today

આજે આ જિલ્લાઓમાં વરસાદ પડશે

આજે 12 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. આજે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, મહિસાગર, દાહોદમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે પંચમહાલ, સુરતમાં વરસાદ માટે યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Shani Gochar : શનિની સીધી ચાલ મચાવશે ધમાલ…આ 3 રાશિઓ માટે 2025નું સાલ બની શકે છે લાયફ ચેન્જિંગ

ગુજરાતમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી

હવામાન વિભાગે (IMD) આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે કારણ કે ત્રણ સિસ્ટમો એકસાથે સક્રિય થઈ છે. આજે 5 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. 6 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે 7 જુલાઈએ દાહોદ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 8 જુલાઈએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહિસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : Astrology Remedies : લગ્ન અને પૈસાની તંગીથી છુટકારો મેળવવા ધારણ કરો આ 2 રત્ન, ઘણા લોકોના જીવનમાં આવ્યો બદલાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close