છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયે પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવી આગાહી અનુસાર 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે, આ અંગેનું નવીનતમ બુલેટિન હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ઉનાળાના મધ્યમાં પડી રહેલા વરસાદ અંગે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદનો પડશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજેતરની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે ૧૨ થી ૧૩ મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ, ત્રણ દિવસના વિરામ બાદ, ૧૫ થી ૧૯ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરી વરસાદ પડી શકે છે. કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. વરસાદની સાથે રાજ્યમાં ભારે પવન પણ ફૂંકાશે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની આગાહી કરતા કહ્યું કે 25 મે થી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે. અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનતા જ તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 28 મે થી 4 જૂન દરમિયાન, રોહિણી નક્ષત્રમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. 13 મે થી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું બેસવાની શક્યતા છે. ત્યારબાદ, 28 મે થી 4 જૂન દરમિયાન ચોમાસું કેરળમાં પ્રવેશી શકે છે. આ સમય દરમિયાન, રાજ્યમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે. તેમણે કહ્યું કે ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું વહેલું આવી શકે છે. ગુજરાતમાં પહેલો વરસાદ 15 જૂનની આસપાસ આવશે. 25 જૂન થી 5 જુલાઈની વચ્ચે વરસાદ પડશે. ત્યારબાદ, સપ્ટેમ્બરમાં પાછો વરસાદ પડશે.