Wethar Updates Gujarat : આજથી એક જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીઓ

By Jay Vatukiya

Published on:

Wethar Updates Gujarat

Wethar Updates Gujarat : છેલ્લા 5 દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ વિશે આગાહી કરનારા અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ શું કહે છે? ક્યાં અને કેટલા દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ ગુજરાતમાં સામાન્ય થી ભારે વરસાદ પડશે રહેશે. જોકે, આગાહી કરનારા પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ કંઈક અલગ જ કહી રહ્યા છે.

Wethar Updates Gujarat

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલની આગાહી મુજબ, 25 જૂન એટલે કે આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લામાં બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ઘણા વિસ્તારોમાં વરસાદ વરસાવી રહ્યા છે.

આ બધા વચ્ચે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલે ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. અંબાલાલે જણાવ્યું હતું કે 26 જૂનથી બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનશે. ગુજરાતમાં 1, 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Raksha bandhan 2025 : ક્યારે છે રક્ષાબંધનનો તહેવાર, શુભ મુહૂર્ત, યોગ અને ભદ્રા કાળનો સમય જાણો સંપૂર્ણ વિગતો

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની માહોલ કેવો રહેશે તેની આગાહી કરી છે. આ આગાહીમાં, પરેશ ગોસ્વામીએ 25 જૂનની રાત્રિ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદ સાથે મેઘ તાંડવ થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આજે, 25 જૂનની રાત્રિ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે આજે આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ થરાદના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. કચ્છમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Shukra Gochar 2025 : ધન-વૈભવનો દાતા કરશે પોતાના ઘરમાં પ્રવેશ, આ 5 રાશિઓનો લાગશે જેકપોટ

હવામાન વિભાગની આગાહી (IMD)

15 જૂને ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થયા પછી, રાજ્યમાં માત્ર 9 દિવસમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે (IMD) આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યા છે.

28 જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 28 જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાહોદ, મહિસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : PM Kisan Yojana : ખેડૂતોના ખાતામાં 2000ને બદલે આવશે 4000 રૂપિયા, અત્યારે જ જાણો કે ડબલ પૈસા ક્યાંથી મળશે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

દાહોદ, ગોધરા, મહિસાગર, અરવલ્લી, મહેસાણા અને અમદાવાદ અને ગાંધીનગરના ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને મધ્યપ્રદેશ સરહદે આવેલા વિસ્તારો અને ગાંધીનગરના ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close