Whatsapp Viral : શું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2000 પછી 500 રૂપિયાની નોટો બંધ કરશે? અત્યારે વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોને ATMમાં 500 રૂપિયાની નોટો આપવાનું ધીમે ધીમે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2026 સુધીમાં ATM માંથી 500 રૂપિયાની નોટો આપવાનું સંપૂર્ણપણે બંધ થઈ જશે. તો ચાલો જાણીએ શું છે હકીકત…..
વાયરલ મેસેજ પાછળનું સત્ય શું છે?
આ મેસેજને PIB ફેક્ટ ચેક દ્વારા ખોટો ગણાવ્યો છે. PIB ફેક્ટ ચેક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક દ્વારા આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી અને 500 રૂપિયાની નોટ હજુ પણ કાયદેસર છે. આનો અર્થ એ છે કે 500 રૂપિયાની નોટ હજુ પણ કાયદેસર રીતે માન્ય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે.
PIB એ કહ્યું- ખોટી માહિતી દૂર રહો
PIB એ લોકોને આવી ખોટી માહિતીથી દૂર રહેવાની સુચના આપી છે. PIB ફેક્ટ ચેક યુનિટે લોકોને આવા વાયરલ મેસેજ કે વીડિયોની સચ્ચાઈ જાણવા સરકારી વેબસાઇટ પર માહિતીની જાણકારી મેળવો. જો તમને કોઈ મેસેજ ખોટો લાગે તો તેની જાણ કરો. અને આવી ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરો. અને બીજાને પણ સાચી માહિતીની જાણ કરો.
રિઝર્વ બેંક દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી જેમાં 500 રૂપિયાની નોટોની સ્થિતિ કે ચલણમાં કોઈ ફેરફારનો સંકેત આપવામાં આવ્યો હોય. 500 રૂપિયાની નોટો હજુ પણ દેશભરમાં સ્વીકારવામાં આવી રહી છે.