પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. આ તણાવ હવે ફક્ત સરહદ પર જ નહીં પરંતુ શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે. ભારત સરકારે 7 મેના રોજ દેશભરમાં મોક ડ્રીલની જાહેરાત કરી હતી. આવનારા દિવસોમાં યુદ્ધ કે કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે.
આજે આપણે એવા વસ્તુઓ વિશે વાત કરીશું જે યુદ્ધ કે કટોકટીની પરિસ્થિતિઓમાં તમારા માટે “સાયલન્ટ સોલ્જર્સ” તરીકે કામ કરશે.
કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ?
- કટોકટીની સ્થિતિમાં, તમારે બેટરી ટોર્ચ અને મીણબત્તી રાખવી જોઈએ.
- તમારી પાસે પ્રાથમિક સારવારની કીટ તૈયાર હોવી જોઈએ, જેમાં ડેટોલ,પાટો, એન્ટિસેપ્ટિક ક્રીમ અને જરુરી દવાઓ હોવી જોઈએ.
- તમારી પાસે જરૂરી રોકડા પૈસા, આધાર કાર્ડ અને બેંક વિગતો હોવી જોઈએ. કટોકટીની સ્થિતિમાં, તમારે તમારી નજીકની હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનની જાણકરી હોવી જોઈએ.
- સ્વચ્છતા કીટ હોવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વચ્છતા કીટમાં સાબુ, સેનિટરી પેડ્સ, સેનિટાઇઝર અને ટીશ્યુ પેપર હોવા જોઈએ.
- તમારી પાસે ફોનનું ચાર્જર અને પાવર બેંક રાખો. ઉપરાંત, ઇમરજન્સી નંબરો લખેલી પોકેટ ડાયરી રાખો.
- તમારી કીટમાં માચીસ, કાતર, પેન-કાગળ, ટોર્ચ જેવી કેટલીક આવશ્યક વસ્તુઓ રાખો. કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં તમારી આસપાસના લોકોને મદદ કરો.
- ઘણીવાર કટોકટીની સ્થિતિમાં, વીજળી કાપી નાખવામાં આવે છે અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જરૂરી માહિતી અથવા વિગતો મેળવવા માટે તમે બેટરીથી ચાલતો રેડિયો તમારી સાથે રાખી શકો છો.
યુદ્ધ દરમિયાન નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
- સુરક્ષિત સ્થળ પર જાવ: સરકારી નિયમો અનુસાર બંકર, શેલ્ટર અથવા બીજા સુરક્ષિત સ્થળે જઈને છુપાવું.
- સાંકેતિક સમાચાર અને સૂચનાઓનું પાલન કરો: રેડિયો, ટેલિવિઝન અથવા અધિકારીક સોશિયલ મીડિયા પરથી મળતા સમાચાર અને સૂચનાઓને ધ્યાનથી સાંભળો અને અનુસરો.
- આવશ્યક વસ્તુઓ તૈયાર રાખો: ખોરાક, પાણી, દવાઓ, ટોર્ચ, બેટરી, મહત્વના દસ્તાવેજો અને ઘરેલું નકશો તૈયાર રાખો.
- અજાણી વસ્તુઓથી દૂર રહો: બોમ્બ અથવા શંકાસ્પદ વસ્તુ જોવો તો તરત સુરક્ષા એજન્સીઓને જાણ કરો.
- ઘરના સભ્યો સાથે સંપર્કમાં રહો: પરિવારના સભ્યો માટે એક કમ્યુનિકેશન પ્લાન બનાવો.
- ઘભરાવું નહીં અને શાંતિ જાળવો: ભયનો શિકાર થવાને બદલે શાંત રહીને યોગ્ય પગલાં લો.
આ પણ વાંચો : Gujarat Rain Update : આજે ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી આગાહી