Gujarat Rain Update: ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે. ઉનાળામાં પણ વરસાદી માહોલ રહ્યો છે. ગુજરાતમાં સતત ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain Update
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ફરી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં વરસાદની શક્યતા છે.