Samsung Galaxy S25 Edge: શું તમે પાતળો ફોન લેવા માંગો છો પણ તમે મૂંઝવણમાં હોવ, તો આ તમારા માટે આ ફોન બેસ્ટ હોય શકે છે. તમને જો તમારી જરૂરિયાતો અનુસાર પાતળો ફોન નથી મળી રહ્યો, તો તમે સેમસંગ તરફ નજર કરી શકો છો. સેમસંગ આ મહિને Samsung Galaxy S25 Edge ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિશ્વનો સૌથી પાતળો એન્ડ્રોઇડ ફોન હશે.
Samsung Galaxy S25 Edge ફોન પહેલા ચીન અને દક્ષિણ કોરિયામાં લોન્ચ કરશે. ત્યારબાદ તે ભારતમાં લોન્ચ કરી શકે છે. Samsung Galaxy S25 Edge ફોન 23 મેના રોજ ચીન અને કોરિયામાં લોન્ચ થશે.અને 30 મેના રોજ ભારતમાં લોન્ચ થઈ શકે છે. ટેક કંપનીએ આ મહિને યોજાનાર ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં આ સ્માર્ટફોનને ટીઝ કર્યા પછી લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે.
Samsung Galaxy S25 Edge
ડિઝાઇન અને ડિસ્પ્લે
Galaxy S25 Edge માત્ર 5.85mm જાડાઈ ધરાવે છે, જે Galaxy S શ્રેણીમાં અત્યાર સુધીનું સૌથી પાતળું મોડેલ છે. તેમાં 6.7 ઇંચનું AMOLED ડિસ્પ્લે છે, જે 3120×1440 પિક્સેલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. Corning® Gorilla® Glass Ceramic 2 સુરક્ષિત, આ ડિસ્પ્લે વધુ ટકાઉપણું અને સ્ક્રેચ પ્રતિકાર પ્રદાન કરે છે.
સ્ટોરેજ અને પ્રોસેસર
આ ફોનમાં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર છે, જે 12GB RAM અને 256GB અથવા 512GB સ્ટોરેજ વિકલ્પો સાથે આવે છે. માઇક્રો SD કાર્ડ માટે સપોર્ટ ઉપલબ્ધ નથી.
કેમેરા
Samsung Galaxy S25 Edgeમાં 200MPનો પ્રાઇમરી કેમેરા અને પાછળના ભાગમાં 12MPનો અલ્ટ્રા-વાઇડ સેન્સર હશે. ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ વર્ટિકલી એલાઇન્ડ હશે અને તેમાં LED ફ્લેશ પણ હશે. સેલ્ફી અને વિડીયો કોલ માટે, ડિવાઇસમાં 12MPનો ફ્રન્ટ કેમેરા પણ હશે જે શાર્પ શોટ્સ અને સ્ટેબલ વિડીયોનું વચન આપે છે.
બેટરી
આ સ્માર્ટફોનમાં 3900mAh ની મોટી બેટરી હોઈ શકે છે જે 25 અથવા 44 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે.
કિંમત
કિંમતની વાત કરીએ તો Galaxy S25+ અને Galaxy S25 Ultra વચ્ચેના ભાવ સેગમેન્ટમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. આ ઉપકરણ લગભગ 1,00,000 રૂપિયામાં ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે. સેમસંગની જેમ, એપલ પણ એક સ્લિમ ફ્લેગશિપ ફોન, iPhone 17 Air પર કામ કરી રહ્યું હોવાના અહેવાલ છે, જે ગેલેક્સી S25 એજ કરતા હળવો અને પાતળો હોઈ શકે છે.
આ પણ જુઓ : Gujarat Rain Update : આજે ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી આગાહી