Gujarat Monsoon : ચોમાસાની શરૂઆત પહેલા જ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વધુ તીવ્ર બની છે. રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા ફેરફારને કારણે, એક તરફ જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે, તો હવે કમોસમી વરસાદથી ચિંતા વધી ગઈ છે. દરમિયાન, હવામાન વિભાગે કેટલાક રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના આણંદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડશે.
IMD (ભારત હવામાન વિભાગ) દ્વારા જારી કરાયેલ ઓરેન્જ એલર્ટનો અર્થ એ છે કે આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આગાહીને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લાના વહીવટી તંત્રને સતર્ક રહેવા અને 24×7 કંટ્રોલ રૂમ ચલાવવા સૂચના આપી છે. વધુમાં, સંભવિત વરસાદ અથવા ભારે પવન સામે સાવચેતી સલામતીના પગલાં માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે.
આગામી દિવસોની વાત કરીએ તો, રાજ્યમાં 23, 24 અને 25 મેના રોજ ઓરેન્જ એલર્ટની સંભાવના ઘટી શકે છે, જોકે, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ સહિત 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સ્થિતિ યથાવત રહેશે.
આ પણ જુઓ : Ryo Tatsuki : કોણ છે નવા બાબા વેંગા? જુલાઈ 2025 માં આવશે મોટી આફતો કરી ભવિષ્યવાણી