Mock Drills : આવતીકાલે ગુજરાત સહિતના ચાર રાજ્યોમાં થશે મોક ડ્રીલ

By Jay Vatukiya

Published on:

Mock Drills
WhatsApp Group Join Now
Telegram Group Join Now

પાકિસ્તાનની સરહદે આવેલા દેશના ચાર રાજ્યોમાં ગુરુવારે ફરી એકવાર મોક ડ્રીલ (Mock Drills) યોજાશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મોક ડ્રીલ ગુરુવારે સાંજે યોજાશે. આ મોક ડ્રીલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં યોજાશે. લોકોને મોક ડ્રીલ દરમિયાન સતર્ક રહેવા અને ગભરાટ ન અનુભવવા પણ સૂચના આપવામાં આવી છે.

Mock Drills

આવતીકાલે સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી યોજાશે મોક ડ્રીલ (Mock Drills).

અગાઉ, કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં Mock Drills નો આદેશ આપ્યો હતો. પરંતુ ભારતે 6-7 મેની રાત્રે જ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી કાર્યવાહી કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૩૩૦૦ કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે. જમ્મુ અને કાશ્મીરને જોડતી સરહદને LoC કહેવામાં આવે છે. પાકિસ્તાન અહીં વારંવાર ગોળીબાર અને ઘૂસણખોરી કરે છે. જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદને આંતરરાષ્ટ્રીય સરહદ કહેવામાં આવે છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને આ રાજ્યોના વિવિધ શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જોકે, ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા. અગાઉ, કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ૭ મેના રોજ દેશના ૨૪૪ જિલ્લાઓમાં Mock Drills નો આદેશ આપ્યો હતો.

Mock Drill એટલે શું?

મોક ડ્રીલ એ પૂર્વ-આયોજિત કવાયત છે જેમાં લોકો કેવી પ્રતિક્રિયા આપશે તે જોવા માટે આપત્તિ અથવા કટોકટીની પરિસ્થિતિનું નાટકીય રીતે પુનર્નિર્માણ કરવામાં આવે છે. આમાં, ઘણીવાર વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેમ કે આગ, આતંકવાદી હુમલો અથવા ભૂકંપ. ત્યારે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને રાહત કામગીરી હાથ ધરવાની સમગ્ર પ્રક્રિયા તે પરિસ્થિતિમાં કરવામાં આવે છે.

મોક ડ્રીલ શા માટે જરૂરી છે?

આજના સમયમાં, જ્યારે કોઈપણ પ્રકારની કટોકટી અચાનક ઊભી થઈ શકે છે, ત્યારે અગાઉથી તૈયાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. મોક ડ્રીલ દ્વારા, વહીવટીતંત્ર તપાસ કરે છે કે

ખતરનાક પરિસ્થિતિમાં સામાન્ય લોકો કેવી રીતે વર્તશે?

સુરક્ષા અને બચાવ ટીમો કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપી રહી છે

હાલના સુરક્ષા સાધનો અને ચેતવણી પ્રણાલીઓ કેટલી અસરકારક છે?

આ ડ્રીલના મુખ્ય મુદ્દાઓ હશે

હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડશે.

નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.

મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે. આનો અર્થ એ છે કે જરૂર પડે ત્યારે વીજળી બંધ કરવી જોઈએ જેથી દુશ્મન કોઈ લક્ષ્ય જોઈ ન શકે.

નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેકિટસ કરાવાશે.

મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે.

વર્ષ 1971 બાદ દેશમાં કરાશે આવી પ્રથમ મોક ડ્રીલ.

ગૃહ મંત્રાલયે આ સૂચનાઓ એવા સમયે જારી કરી છે જ્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને ભારત પાકિસ્તાન સામે બદલો લેવાના વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. આ મોક ડ્રીલ દેશની સુરક્ષા તૈયારી અને કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી દર્શાવે છે.

આ પણ જુઓ : Today Wether : આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો અંબાલાલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close